________________
૨૨૬
જય વીયરાય
१४. अवलम्बनीयं धैर्यं .
કર્મના ઉદયે કોઈ પણ આપત્તિ વગેરે આવે તો ધૈર્યનું આલંબન લેવું. ધૈર્ય ગુમાવવું નહિ. વિહ્વળ થવું નહીં. શાંત અને સ્વસ્થચિત્તે આપત્તિ નિવારણનો ઉપાય વિચારવો.
१५. पर्यालोचनीया आयतिः
ભવિષ્યનો વિચાર કરવો. આલોક અને પરલોક ઉભય દૃષ્ટિએ પણ ભવિષ્ય વિચારવું. લૌકિક જીવન પણ એવું ન જીવવું કે જેથી ભવિષ્ય બગડે. એ જ રીતે પરલોક પણ બગડે નહિં, એની તકેદારી રાખવી. કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ કરતા તેના ભવિષ્યના ફળ વિચારી લેવા. જેથી ભાવિ નુકશાનમય બને તેવી પ્રવૃત્તિથી બચી જવાય.
१६. अवलोकनीयः मृत्युः
જન્મેલા સર્વેનું આ જગતમાં આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ થાય છે. મૃત્યુ વખતે આ જગતમાં મેળવેલુ ધન, ધાન્ય, સુવર્ણ, રજત, રત્નો, મકાનો, કુટુંબ, પરિવાર બધાને છોડીને જવાનું છે. અહિં જીંદગી સુધી ભેગુ કરેલું કશું સાથે આવવાનું નથી, કશું કામ લાગવાનું નથી. કૃષ્ણ મહારાજાએ હજાર વર્ષ