________________
ભવનિર્વેદ. વૈરાગ્યની આરઝુ
૪૧ સુખશીલતા, શારીરિક અનુકુળતા, ઈષ્ટસંયોગ, અનિષ્ટવિયોગ વગેરે સંસારની અઢળક વસ્તુઓની આસક્તિ મારા મનમાં છે.
હે દેવાધિદેવ ! વીતરાગ પ્રભુ ! આપના અચિંત્ય સામર્થ્યથી સંસારની મારી બધી જ આસક્તિ ટળી જાવ, સંસારની નિર્ગુણતાનું મને ભાન થાવ, અને મને સંસાર પર નિર્વેદની-વૈરાગ્યની પ્રાપ્તિ થાઓ. ' હે પ્રભુ ! ૧. ઈંદ્ર, ચક્રવર્તી, રાજા-મહારાજાના ઐશ્વર્યો પણ
મને તુચ્છ લાગો. ૨. સ્વદેહ પર પણ મને મમત્વ ન રહે. ૩. કરોડો-અબજોની સંપત્તિ, હીરા, માણેક, સોનુ,
ચાંદી મને પત્થર જેવા લાગે. ૪. ઉત્કૃષ્ટ રૂપવાન સ્ત્રીઓમાં મને હાડ-માંસ-લોહી
અશુચિનાં ભંડારના દર્શન થાય. ૫. પાંચે ઈન્દ્રિયના વિષયોમાં મને વૈરાગ્ય થાય અર્થાત્
ઈષ્ટવિષયોમાં થતો રોગ અને અનિષ્ટ વિષયોમાં થતો દ્વેષ ટળી જાય.
યશ-અપયશમાં મને સમાનભાવ રહે. ૭. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ મનમાં રમતો
રહે.