________________
જય વીયરાય
૮. ઉત્તમ ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવ મારા મનમાં
રમતો રહે.
૪૨
G દુ:ખી અથવા દોષિત જીવો પ્રત્યે કરુણાનો ભાવ મારા મનમાં રમતો રહે.
૧૦. પાપી જીવો પ્રત્યે પણ તિરસ્કાર ભાવ ન જાગતા મધ્યસ્થ ભાવ રહે.
૧૧. હું સર્વ જીવોને આત્મસમ અને સર્વ પુદ્ગલોને આત્માથી ભિન્ન જોયા કરૂં.
ક્રોઘને દૂર કરી ક્ષમાવાન બનું.
૧૨.
૧૩. માનને દૂર કરી નમ્ર બનું.
૧૪. માયાને ટાળી સરળ બનું.
૧૫. લોભનો નિગ્રહ કરી સંતોષી બનું.
૧૬. પ્રભુ ! પૂર્વ પુરૂષો ધન્ના-શાલિભદ્ર, પૃથ્વીચંદ્રગુણસાગર, જંબુસ્વામી વગેરેની માફક મારૂ ચિત્ત સતત વૈરાગ્યભાવમાં રમતુ રહે.
હે નાથ ! હે વિશ્વોદ્ધારક પરમાત્મા, હે વીતરાગ દેવ ! આપના અચિંત્ય પ્રભાવથી મને ભવનિર્વેદની પ્રાપ્તિ થાઓ.