________________
(૨) માર્થાનુસારિતા "होउ ममं तुह पभावओ भयवं मग्गाणुसारिआ"
હે ભગવંત મને તમારા પ્રભાવથી માર્ગાનુસારીપણાની પ્રાપ્તિ થાવ. - પૂર્વે ભવનિર્વેદની પરમાત્માને પ્રાર્થના કરી, હવે બીજી પ્રાર્થના કરીએ છીએ માર્ગાનુસારીપણાની.
આ બધુ પરમાત્માના અચિંત્ય પ્રભાવથી જ મળે છે તેથી તમારા પ્રભાવથી મને માર્ગાનુસારીપણું મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. હે વીતરાગ જગગુરુ પ્રભુ !
મને માર્ગાનુસારીપણું આપો. માર્ગાનુસારીપણું એટલે તત્ત્વાનુસારીપણું. असदग्रहविजयेन तत्वानुसारिता
અસદ્ગહ એટલે કદાગ્રહ, તેના પર વિજય મેળવવાથી તસ્વાતુસારિતા આવે. તત્ત્વાનસારિતા એટલે તત્ત્વ પર હૃદયનો ઝોક રહેવો. વાણી, વિચાર, વર્તનમાં સતત તત્વ તરફી વલણ રહે. તત્ત્વ તરફ દિલ જાય. તત્ત્વહીન, અસાર, ને ક્ષદ્ર, ફોફા જેવી વાતો ગમે નહિ. દિલ એમાં ઓતપ્રોત ન થાય.