________________
૪૪
જય વીયરાય ઘણી વાર એવું જોવા મળે છે કે તીવ્ર વૈરાગી આત્માઓ પણ સ્વના કદાગ્રહમાં પડી જાય છે. પરિણામે વૈરાગ્ય, ઉગ્ર તપ, સંયમ વગેરે બધુ નિષ્ફળ થઈ જાય છે. મારા જીવનમાં આવું ન બનશો.
પ્રભુ કોઈ ખોટો કદાગ્રહ કે જીદ મારા સંયમજીવનને-સાધનાને નિષ્ફળ ન બનાવે.
જમાલિ જેવા પ્રભુના જમાઈ, જેને અપૂર્વ વૈરાગ્યથી ઘણાં રાજપુત્રો સાથે ચારિત્ર લીધું, મહા તપસ્વી પણ બન્યા, જેના પરિણામે શરીર અતિકૃશ બની ગયુ. ત્યાગી-તપસ્વી અને સંયમી એવા પણ જમાલીનું અતત્વના આગ્રહમાં પડી જવાથી પંદર ભવનું ભ્રમણ થયું.
"કડેમાળ વડે" તત્વનો અપલાપ કરી તમેવ વૃત્ત ના આગ્રહે જમાલિને મિથ્યાત્વી બનાવ્યા.
ગોષ્ઠામાહિલ જેવા આર્યરક્ષિતસૂરિ મ. ના ભાણેજ પણ અતત્વના કદાગ્રહમાં પડી વિરાધક થયા. સંઘે ગોષ્ઠામાહિલ અને દુર્બલિકા પુષ્યમિત્રના વિવાદના નિરાકરણ માટે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવી સીમંધર પ્રભુ પાસેથી જવાબ લઈ આવ્યા પણ તે દુર્બલિકા પુષ્યમિત્રની તરફેણવાળો હોવાથી ગોષ્ઠામાહિલે સ્વીકાર્યો નહિ.