________________
કરનાર ગૃહસ્થ અવશ્ય શીઘ્ર પ્રાર્થિત વસ્તુને પ્રાપ્ત કરી તેના દ્વારા સંસારનો ઉચ્છેદ કરી શીઘ્ર મુક્તિને પ્રાપ્ત કરી શકશે.
મુનિ ભગવંતોને દ્રવ્યપૂજાનો નિષેધ હોઈ તેઓએ પરમાત્માની સ્તવના અત્યંત ભાવપૂર્વક કરી દેવવંદન કરવા અને તેમાં છેલ્લે ગદ્ગદ્ હૈયે જયવીયરાય સૂત્ર બોલી પ્રભુ પાસે ઉક્ત વસ્તુઓની પ્રાર્થના કરવાની હોય છે.
આમકરતાં તેઓ પણ ચારિત્રની વિશુદ્ધિ પ્રાપ્ત કરી શીઘ્ર નિર્વાણને પામી શકશે.
સૌ કોઈ આ વિવેચનનું વાંચન મનન કરી વિશિષ્ટ સંવેગ વિરાગના ભાવો પામીને શીઘ્ર આત્મકલ્યાણ સાધે એ જ એક માત્ર શુભકામના...
“જયવીયરાય” સૂત્ર, મૂળ ટીકા, તેનો અનુવાદ પ્રથમપરિશિષ્ટમાં પ્રગટ કરી ચૈત્યવંદનનો પણ મહિમા સમજાય, વિશેષ ભાવની પ્રાપ્તિ થાય તે માટે પાછળ બે પરિશિષ્ટો આપેલ છે.
લલિતવિસ્તરાના વિવેચનરૂપ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરિ મ. નિર્મિત “૫૨મતેજ” ગ્રંથનો આમાં ઘણો આધાર લીધો છે. પૂજ્યપાદશ્રીના ચરણોમાં આ પ્રસંગે ભાવપૂર્વક વંદન કરું છું.
સં. ૨૦૬૬ અઠવાલાઈન્સ જૈન સંઘ
સુરત
પ્રેમ-ભુવનભાનુ-પદ્મવિનેય આ. હેમચંદ્રસૂરિ