________________
૧૯૨
જય વીયરાય ૧. ઉપશમ - અપરાધીનું પણ હિતચિંતવન, અપરાધીનું પણ સારું થાય તેવો ભાવ.
૨. સંવેગ - મોક્ષની તીવ્ર ઈચ્છા. સુર-નર સુખ દુઃખરૂપે લાગે.
3. નિર્વેદ - સંસાર (વિષય-કષાય) પ્રત્યે અરૂચિ. ચક્રવર્તિઓ કે ઈન્દ્રોના પણ સુખો પ્રત્યે અસ્વરસ.
૪. અનુકંપા - દુઃખી અને પાપી જીવો પ્રત્યે દ્રવ્ય-ભાવ કરુણા. તેમના દુઃખ દૂર કરવાની તથા પાપથી પાછા વાળવાની ભાવના.
૫. આસ્તિક્ય - જીવ, કર્મ, કર્મનો બંધ, કર્મની નિર્જરા, કર્મનો કર્તા અને કર્મ રહિત મોક્ષ, આ બધી વાતો પર અત્યંત શ્રદ્ધા.
આ જ રીતે સમ્યગ્દષ્ટિ જીવના ત્રણ લિંગ છે.
૧. મોક્ષમાં કારણભૂત જિનવચન છે. તેથી જિનવયનને સાંભળવાની દિવ્ય સંગીતને સાંભળવાની દેવોની ઈચ્છાથી અધિક તીવ્ર ઈચ્છા.
૨. મોક્ષમાં કારણભૂત ચારિત્ર છે માટે ચારિત્રધર્મ પ્રત્યેનો તીવ રાગ. ભૂખ્યા બ્રાહ્મણને મોદક પ્રત્યેના રાગથી અધિક.
. દેવ-ગુરુની વિદ્યાસાધકની જેમ અપ્રમત્તપણે નિયમપૂર્વકની વૈયાવચ્ચ.