________________
જય વીયરાય વૈતરણી નદીના લોખંડ પીગળાવેલ હોય તેવા ઉકળતા પાણીમાં ડુબાડે છે. કિનારે સળગતી ભઠ્ઠી જેવી રેતીમાં જીવને શેકે છે. ક્યારેક થાકીને ઝાડ નીચે બેસેલા જીવ પર વંટોળીયો વિકુર્વી તલવાર જેવી ધારવાળા વૃક્ષના ડાળી-પાંદડાઓ પાડે છે, જેથી હાથપગ વગેરે કપાઈ જાય છે. તે જીવ ભાગીને ગુફાઓમાં દોડે છે, તો ગુફાની દિવાલો સાથે અથડાઈને માથું ફૂટે છે. નરકના દુઃખોનું સંપૂર્ણ વર્ણન જ્ઞાનીઓ પણ કરી શકે તેમ નથી.
૩૪
મનુષ્ય-તિર્યંચગતિમાં તો ઘણી તીવ્ર પીડા પછી મૃત્યુ વગેરેથી પીડાનો અંત આવી જાય પણ નરકમાં તો નિકાચિત આયુષ્ય હોવાના કારણે જીવનનો અંત પણ આવતો નથી. સતત મરવાની ઈચ્છાવાળા નારકીને મૃત્યુ પણ મળતુ નથી, આયુષ્ય પણ મોટા હોય છે. સૌથી જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ મી નરકમાં 33 સાગરોપમ છે. બાકી બન્ને વચ્ચે મધ્યમ આયુષ્ય હોય છે. ૧ પલ્યોપમના અસંખ્ય વર્ષો હોય છે અને આવા ૧૦ ક્રોડ x ૧ ક્રોડ એટલા પલ્યોપમનો ૧ સાગરોપમ થાય છે. આવા દીર્ઘકાળ સુધી નરકમાં ઘોર દુ:ખો સહન કર્યા