________________
૨૦૦
જય વીયરાય ચૈત્યવંદનના અધિકારી वंदणकहासु पीई असवण निन्दाइ निंदगऽणुकंपा । मणसो निच्चलणासो, जिन्नासा तीए परमा य ।। गुरुविणओ तह कालाविक्खा उचिआसणं च सइकालं। उचियस्सरो य पाठे, उवउत्तो तह य पाठमि ।। लोगपियत्तमनिंदियचिट्ठा वसणंमि धीरया तह य । सत्तीए तह चाओ य, लद्धलक्खत्थणं चेव ।। एएहिं लिंगेहिं नाउणऽहिगारिणं तओ सम्मं । चिइवंदणपाठाइ वि दायव्वं होइ विहिणा उ ।। ૧. ચૈત્યવંદનની વાતોમાં પ્રીતિ થાય. ૨. ચૈત્યવંદનની નિંદાનું અશ્રવણ. ૩. ચૈત્યવંદનની નિંદા કરનાર પ્રત્યે અનુકંપા. ૪. ચૈત્યવંદનમાં મનનું નિ૨લ સ્થાપન.
૫. ચૈત્યવંદનના વિષયમાં તીવ જિજ્ઞાસા. (જાણવાની ઈચ્છા)
૬. ગુરૂવિનય. ૭. શાસ્ત્ર બતાવેલ કાળે ચૈત્યવંદન કરવાની અપેક્ષા. ૮. હંમેશા ઉચિત આસન-મુદ્રા વગેરે. ૯. ચૈત્યવંદન બોલવામાં યોગ્ય મધુર સ્વર.