________________
૧૦૩
પરલોક વિરૂદ્ધ દુઃખનું રિઝર્વેશન एवमाइयाई इत्थं लोयविरुद्धाइं णेयाई ।। આ આદિ લોકવિરૂદ્ધ કાર્યો જાણવા...
અહિં આદિ શબ્દથી પૈશૂન્ય, અભ્યાખ્યાન, કલહ વગેરે બીજા કાર્યો પણ લોકવિરૂદ્ધ જાણવા...
પૈશૂન્ય = કોઈની ચાડીયુગલી કરવી.
અભ્યાખ્યાન = કોઈના પર ખોટા આળ મૂકવા, આરોપ કરવા. કલહ = ઝઘડો, કંકાસ કરવા. આ બધા કાર્યો લોકવિરુદ્ધ છે. હવે પ્રસંગ પામીને પરલોકવિરુદ્ધ
પરલોકવિરૂદ્ધ ભયંકર દુર્ગતિમાં-પરલોકમાં ફેંકી દેનાર એવા મહારંભાદિ કાર્યો પરલોકવિરુદ્ધ છે. શાસ્ત્રકારોએ પંદર કર્માદાનના ધંધાને પરલોકવિરુદ્ધ જણાવી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે.
પંદર કર્માદાનના ધંધા નીચે મુજબ શાસ્ત્રમાં જણાવેલ છે – ૧. અંગારકર્મ - લાકડા બાળી કોલસા વગેરે બનાવીને
વહેંચવા.