________________
૧૩૪
જય વીયરાય ભર્યા. દુષ્કાળનો પ્રારંભ થતાં અનાજ વિના ટળવળતા ગરીબોને મફત અનાજ અપાવવા માંડ્યું. લાખો લોકોની દુવા પ્રાપ્ત કરી. સિંઘ વગેરેના રાજાઓ જગડુશા પાસે માંગે તેટલા મૂલ્ય આપી અનાજ ખરીદવા આવ્યા. જગડુએ સૌને ગરીબો માટે વિનામૂલ્યે અનાજ આપ્યુ.
મેવાડના રાણા પ્રતાપ, અકબર સાથેના યુદ્ધમાં જ્યારે થાકીને નિરાશ થઈ ગયેલ તે અવસ્થામાં ભામાશાહે પોતાની સંપત્તિના ભંડારો ખુલ્લા મુકી દીધા. રાણા પ્રતાપને સમર્પિત કર્યા અને મેવાડ દેશની રક્ષા કરી.
કુમારપાળ, પેથડશા, વિમલશા, ભામાશા, વસ્તુપાળ, તેજપાળ વગેરે અગણિત દૃષ્ટાંતો પરાર્થકરણના નોંધાયેલા
છે...
પરાર્થકરણ એ જીવનનું મુખ્ય કર્તવ્ય છે પણ આપણા આત્મા પર સ્વાર્થના સંસ્કારો અનાદિકાળના લાગેલા છે. માટે પરમાત્માને ભાવપૂર્વક પ્રાર્થના કરીએ
'होउ ममं तुह पभावओ परत्थकरणं'
હે દેવાધિદેવ ! તમારા અચિંત્ય પ્રભાવથી મારા જીવનમાં પરાર્થકરણની પ્રાપ્તિ થાય. સ્વાર્થી એવો હું પરાર્થકરણના પરિણામવાળો બનુ....