________________
શુભગુરુયોગ....... મહોદયની લીલી બત્તી
૪. હજારોનો હત્યારો દૃઢપ્રહારી મુનિના યોગે પ્રતિબોધ પામી ચારિત્ર સ્વીકારી ઉગ્ર તપ કરી કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયો.
૧૩૯
૫. પંદરસો તાપસો અષ્ટાપદની યાત્રા કરવા તપ કરી પુરૂષાર્થ કરવા છતાં સફળ થતાં નથી. ગૌતમસ્વામીને સૂર્યના કિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચી જતા જોયા. પાછા વળતા ગૌતમસ્વામીને ગુરુ તરીકે સ્વીકારી તેમના શિષ્ય થયા. ગૌતમસ્વામી ગુરુએ લબ્ધિથી એક જ પાતરાની ખીરથી પંદરસોને પારણું કરાવ્યું. ગુરુના અચિંત્ય મહિમાનું ચિંતવન કરતા ૫૦૦ ત્યાં કેવળજ્ઞાન પામ્યા. ભગવાન મહાવીર પાસે જતાં, ભગવાનના દર્શન થતાં ૫૦૦ કેવળજ્ઞાનને પામ્યા, અને ભગવાનની વાણીનું શ્રવણ કરતા ૫૦૦ કેવળજ્ઞાન પામ્યા.
૬. ગૌતમસ્વામી પાસે દીક્ષા લેનાર પચાશ હજાર મુનિઓ તે જ ભવમાં કેવળજ્ઞાન પામ્યા એમાં પ્રભાવ ગુરુ ગૌતમનો....
૭. આર્યસુહસ્તી ગુરુથી પ્રતિબોધ પામી ચારિત્ર પામી એક જ દિવસમાં સાધના કરી અવંતિસુકુમાલ પહેલા દેવલોકમાં નલિનીગુલ્મ વિમાનમાં દેવ થયા.