________________
૨૭૨
જય વીયરાય ૪. ચૈત્યવંદનના લાભની પ્રાપ્તિનો વિસ્મય. ૫. વિધિનો અભંગ (વિધિનો ભંગ ન કરવો.) ૬. ઉચિત કાળ સાચવવો. ૭. મન-વચન-કાયાથી ચૈત્યવંદનમાં એકાત્મતા. ૮. રોમાંચ વિકસ્વર થાય. ૯. ભાવની વૃદ્ધિ થાય. આનાથી ભાવ ચૈત્યવંદન થાય છે.
ચૈત્યવંદનાનું ફળ ચૈત્યવંદન એક મહાન યોગિક પ્રક્રિયા છે. ભાવપૂર્વક થતી ચૈત્યવંદનની ક્રિયા મહાન ફળ આપનારી છે. અહિં ચૈત્યવંદન ભાષ્યમાંથી ચૈત્યવંદનનું ફળ બતાવેલ
सुरभवणं नियभवणं व होइ, तह किंकरव्व चक्कसिरी । सुइरं विलसंति य सतणुम्मि उग्गसोहग्गपमुहगुणा || सुहउत्तारो गुप्पयजलं व अवि एस हुज्ज भवजलहि । सिद्धिसुहं पि अभिमुहं नराणं चिइवंदणपराणं ।।
ચૈત્યવંદનમાં તત્પર જીવોને - દેવલોકના વિમાનો સ્વભવન થાય છે. ચક્રવર્તીની લક્ષ્મી દાસી જેવી બને છે.