________________
મંગલ
અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીને ભાવપૂર્વક વંદન કરુ છું.
વર્તમાન દ્વાદશાંગીના નિર્માતા શ્રી સુધર્મસ્વામીને ભાવપૂર્વક વંદન કરુ છું.
પંચાચારના પાલક અને પ્રરૂપક સર્વ આચાર્ય ભગવંતો, સૂત્ર-સ્વાધ્યાયમાં સદા રક્ત ઉપાધ્યાય ભગવંતોને, મોક્ષના સાધક સર્વ સાધુ ભગવંતોને ભાવથી પ્રણામ કરુ છું.
જેઓના પવિત્ર સાન્નિધ્યે સંયમ પ્રાપ્તિ અને સાધના સુલભ બની તે યુગપુરુષ બ્રહ્મસમ્રાટ, સુવિશાળ શ્રમણગરછસર્જક, સિદ્ધાંત મહોદધિ પરમગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરુ છું.
જેમની વૈરાગ્ય વાણીના પ્રચંડ પ્રભાવે અંતરમાં ઉંડાણ સુધી દઢ થઈ ગયેલા મોહના મૂળોને ઉખેડી નાંખ્યા તેવા પ્રગુરુદેવ સુવિશાળ ગચ્છાધિપતિ, ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ (એકસો આઠ ઓળીના આરાધક) આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. ના ચરણોમાં ભાવપૂર્ણ વંદના...
ઘોર અને ઉગ્ર રોગ પરીષહને સમતારૂપી શસ્ત્ર