________________
ગુવજ્ઞાપાલન પ્રત્યક્ષ મોક્ષ
૧૪૭ જઈએ અથવા કેવળજ્ઞાન પામીએ ત્યાં સુધી જરુરી છે. એટલે અહિં પરમાત્માને ભવનિર્વેદાદિ આઠે વસ્તુની મને સંસારના અંત સુધી અખંડ-સંપૂર્ણ પ્રાપ્તિ થાય, પ્રાપ્તિ થતી રહે એવી પ્રાર્થના કરી છે...
ગુરુવચનનું સેવન એટલે ગુરુની ઉપાસના... મન-વચન-કાયાના સંપૂર્ણ સમર્પણભાવથી જ ગુરુની ઉપાસના કરવાની છે. પૂજ્ય પ્રગુરુદેવશ્રી ભુવનભાનુસૂરિ મ. એ પરમતેજમાં આ માટે લખ્યું છે, તે વિચારીએ
"આપણી રુચિ, ઈચ્છા, માન્યતા, સન્માન, સગવડ, અનુકૂળતા વગેરે કશું નહિં. ગુરુની રુચિ એ આપણી રુચિ, ગુરુની ઈચ્છા એ આપણી ઈચ્છા, ગુરુનો મત એ આપણો મત, ગુરુની સગવડ-અનુકૂળતા એ આપણી અનુકૂલતા, ગુરુનું માન-પૂજા-પ્રતિષ્ઠા એ જ આપણા માન-પૂજા-પ્રતિષ્ઠા લાગે, એમનો યશવાદ એ જ આપણો યશવાદ, એમને ઠીક ન લાગે એ આપણને ઠીક ન જ લાગે, એમની ઈચ્છા ન હોય એની આપણને પણ ઈચ્છા નહિં. ભલે આપણને સન્માન-પ્રતિષ્ઠા મળતી હોય પરંતુ જો ગુરુનું અપમાન થતુ હોય, એમનો યશવાદ રૂંધાતો હોય તો એ આપણા પોતાનું અપમાન-અપયશ લાગે, એમને પ્રતિકૂળ