________________
૧૪૮
જ્ય વીયરાય હોય તો એ આપણને પણ પ્રતિકૂળ જ લાગે. ત્યાં આપણી અનુકૂળતાની કિંમત નહિં. જતી કરવાની..."
લલિત વિસ્તરામાં કહ્યું છે - 'तद्वचनसेवना-यथोदितगुरु-वचनसेवना न जातुचिदयમહિતમાદેતિ |
'તદ્વયનસેવના' એટલે ગુરુએ જે રીતે કહેલ હોય તે રીતે ગુરુવચનને સેવવુ કેમકે ઉત્તમ ગુરુ કદી પણ અહિતની વાત કરે જ નહિ.
આપણામાં પણ પરમશ્રદ્ધા હોવી જોઈએ કે ગુરુ મ. નુ ગમે તેવું પણ વચન મારા હિતને માટે જ
થશે.
ગુરુનું વચન તો અમૃત છે. મોહના ઝેરનુ નાશક છે. આજ સુધી અનંત જીવો ગુરુવચનની આરાધના કરી મોહના વિષનો નાશ કરી વીતરાગદશાને પામ્યા છે. સુશિષ્યો સતત ગુરુના આદેશની ઉત્કંઠાવાળા હોય છે. આદેશ પ્રાપ્ત થતાં અત્યંત હર્ષને અનુભવે છે. ગુરુવચનને અત્યંત શ્રદ્ધાપૂર્વક 'તહતિ' કહી સ્વીકારે છે અને એનો શીઘ અમલ કરે છે. ગુરુનું બતાવેલ કાર્ય અત્યંત હર્ષોલ્લાસથી કરે છે. આ હર્ષોલ્લાસથી આરાધનામાં વિઘ્ન ભૂત અનેક કર્મોનો પણ ધ્વસ