________________
સમાધિ મરણ... શાશ્વત સુખનું રહસ્ય
૧૮૧ નીકળ્યું. તબિયત કથળતી જાય છે, અસ્વસ્થતા વધતી જાય છે. ડોક્ટરો આવ્યા. તપાસી થોડા કલાકના મહેમાન છે એમ જણાવ્યું. સૌરાષ્ટ્રના આસો મહિનાનો ભયંકર તાપ છે. લીધેલા કિરણોની ઘણી ગરમી છે, મોટુ બંધ છે, ખોરાક નહીં પાણી પણ બંધ છે. પાણીનું એક ટીપું પણ ઉતરતું નથી. પૂજ્ય ગુરુદેવો ગમગીન થઈ ગયા. કોઈને કાંઈ સુઝતું નથી પણ પૂજ્યશ્રી શાંત છે. પોતે પોતાનો અંતિમકાળ જાણી લીધો છે. આરાધના માટે હૃદય અત્યંત ઉત્સુક છે. - પૂજ્યપાદ આચાર્ય ભગવંત, પંન્યાસજીઓ, પૂ. ગુરુદેવશ્રી પં. ભાનુવિજયજી ગણિવર્ય વગેરે પ૩ સાધુઓ પૂજ્યશ્રીની આજુબાજુ વીંટળાઈ ગયા. શ્રાવક શ્રાવિકાઓ પણ આવવા માંડ્યા, ચતુર્વિધ સંઘ એકત્ર થયો. પૂજ્યપાદશ્રીની અંતિમ આરાધના શરુ થાય છે. શ્વાસની ધમણ ચાલે છે. છાતીમાં કફ ભરાઈ ગયો છે. દર્દીને પણ ખ્યાલ આવી ગયો છે કે હું હવે થોડાક સમયનો મહેમાન છું પણ આરાધક ભાવ તીવ્ર છે. જીવનભર ગુરુસમર્પિતભાવે કરેલ રત્નત્રયીની આરાધનાનું આ સુંદર પરિણામ છે. ખૂબ જ સ્વસ્થતાપૂર્વક પોતાની અંતિમ આરાધનાનો પ્રારંભ કરે છે. પૂજ્યપાદ આચાર્યદેવ વગેરે ગ્રેપન સાધુઓ આરાધનામાં સહાયક થઈ રહ્યા
૧૩