________________
૨૪૬
જય વીયરાય
'માર્ગાનુસારિતા' એટલે અસગ્રહ (કદાગ્રહ) પરના વિજયના કારણે તત્ત્વાનુસારિતા. તથા,
'ઇષ્ટફલસિદ્ધિ' એટલે આલોકની ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ. જેની પ્રાપ્તિથી ચિત્તની સ્વસ્થતા થાય અને તેથી ઉપાદેય (પ્રભુભક્તિ)માં પ્રવૃત્તિ થાય. તથા,
'લોકવિરૂદ્ધત્યાગ'-સર્વજનનિન્દાદિ લોકવિરૂદ્ધ અનુષ્ઠાનોનું વર્જન. કહ્યું છે કે - સર્વની નિંદા, વિશેષ કરીને ગુણ સમૃદ્ધ જનોની નિંદા, સરળભાવે ધર્મ કરનારની મશ્કરી, જન પૂજનીય જનોની હેલના, બહુજન વિરૂદ્ધ સંગ, દેશાચારોનું લંઘન, ઉદ્ભટ ભોગો, દાનાદિ સત્કાર્યોને પ્રગટ કરવા, સજ્જન પુરુષોની આપત્તિમાં આનંદ, છતી શક્તિએ તેનો અપ્રતિકાર... આ બધા અહિં લોકવિરૂદ્ધ જાણવા.
ગુરુજનોની પૂજા = ઉચિત પ્રતિપત્તિ. ગુરૂઓ તરીકે જો કે ધર્માચાર્ય ગણાય છે, પણ અહિં માતાપિતાદિ પણ ગ્રહણ કરાય છે કેમકે કહ્યું છે કે માતા-પિતા, કલાચાર્ય, જ્ઞાતિજનો, વૃદ્ધો, તથા ધર્મદેશના આપનારાઓને સજ્જનોએ ગુરુવર્ગ તરીકે માનેલ છે.
-
'પરાર્થકરણ' જીવોને માટે કરવુ. સમસ્ત લોકના સારભૂત અને પુરૂષાર્થનું આ લક્ષણ છે.