SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જય વીયરાય દેવશર્મા બ્રાહ્મણ પત્નીના રાગમાં મૃત્યુ પામ્યો તો પત્નીના જ ગુમડામાં કીડા તરીકે ઉત્પન્ન થયો. શિષ્ય પ્રત્યેની ઈર્ષાના ભાવમાં મરીને એક આચાર્ય ભગવંત મરીને કાળા નાગ થયા. ખાવાની આસક્તિમાં મરીને મંગુ આચાર્ય ગટરના ભૂત થયા. અલંકારોની-વાવડીઓની-માનસરોવરની-માછલીઓની કલ્પવૃક્ષોની - દેવવિમાનની આસક્તિમાં મરીને પ્રતિસમય અસંખ્ય દેવો તિર્યંચગતિમાં એકેન્દ્રિયાદિ જાતિમાં જઈ રહ્યા છે. અલબત સમાધિમરણ માટે સ્વસ્થ-સારુસાત્વિક જીવન પણ આવશ્યક છે. આખુ જીવન ભયંકર પાપોમાં વ્યતીત કરનારને સમાધિમરણ પ્રાપ્ત થવું દુર્લભ છે. ક્યારેક કોઈકને થાય છે તે અપવાદરૂપ છે. પણ જીવન શક્ય સારું જીવવા છતાં અંતિમ કાળે ગફલતમાં રહેવાય અને કોઈ અશુભ પરિણામમાં મૃત્યુ થાય તો દુર્ગતિ ઉભી થાય છે. વળી અંતિમકાળે શરીરમાં રોગાદિ પીડાઓ પણ હોય છે અને તે વખતે સહન ન થઈ શકે અને મન પીડામાં જાય તો પણ અસાધિમરણ થઈ જાય અને દુર્ગતિ સાંપડે.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy