________________
૧૧
બિહામણો આ સંસાર એકેન્દ્રિયાદિમાં પરિભ્રમણ કરે છે.
આમ જીવ અને કર્મનું ચક્ર અનાદિકાળથી ચાલે છે. જીવનું સ્વરૂપ અનંતજ્ઞાનમય, અનંત સુખમય છે. કર્મના આવરણના કારણે જીવ દુઃખી થઈ રહ્યો છે. કર્મના આવરણથી સંપૂર્ણ મુક્ત થયા પછી જીવને જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ કોઈ દુ:ખો ભોગવવાના રહેતા નથી. મોક્ષમાં હંમેશ માટે આત્મા રહે છે અને ત્યાં અનંતસુખને અનુભવે છે.
ત્રણે કાળના સર્વ પદાર્થોને તથા ભાવોને મુક્ત જીવ પ્રતિસમય જાણે છે અને જુવે છે. વળી ત્રણે કાળના વિશ્વના સર્વ જીવોના ભૌતિક સુખોનો સરવાળો કરીએ તેથી અનંતગણ સુખ પ્રત્યેક મુક્ત જીવ પ્રતિસમય અનુભવે છે.
હકીકતમાં આત્મા સ્વરૂપે અનંતજ્ઞાનમય, અનંતશક્તિમય, અનંતસુખમય છે, સ્થિતિ પણ અક્ષય છે, સ્વરૂપ અરૂપી છે, પરંતુ મલિન ભાવોથી લાગતા કર્મો ઉદયમાં આવીને સુખસ્વરૂપ જીવને દુઃખી કરે છે. આત્માના સુખમય સ્વરૂપને પ્રગટ કરવા માટે મલિન ભાવોથી (રાગ-દ્વેષ-ક્રોધાદિ કષાયો વગેરે) નિવૃત્ત થવું પડે અને તેના માટે દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના અથવા પંયાયારનું (જ્ઞાનાચાર, દર્શનાયાર, ચારિત્રાયાર,