________________
૧૦૫
પરલોક વિરૂદ્ધ... દુઃખનું રિઝર્વેશન ૧૦. વિષવાણિજ્ય - ઝેર-ઝેરવાળી જંતુનાશક દવા
વગેરેનું વેચાણ કરવું. તેમાં ઘણાં જીવોની વિરાધના
થાય છે. ૧૧. યંત્રપીડનકર્મ - તલ, શેરડી વગેરેને યંત્રમાં
પીલવા, તેલ વગેરે કાઢવું, તેલ ઘાણી ચલાવવી. ૧૨. નિલંછન કર્મ-પશુઓના નાકને વીંધવા, તેમના
શરીર પર ડામ વગેરે દઈને ચિહ્ન કરવું, કાન
વગેરે છેદવા, બળદ વગેરેને વર્ધિતકકરણ કરવું. ૧૩. દવાગ્નિ કર્મ - જંગલમાં આગ લગાડવી. ૧૪. સરશોષકર્મ - તળાવ, સરોવર વગેરેને સુકવી
નાંખવા. પાણીને શોષી લેવું. ૧૫. અસતીપોષણ - પોપટ-મેના વગેરે પોષવા.
દાસીઓને પોષી તેમનું ભાડું લેવું.
આજે કતલખાના, પોસ્ટ્રીફાર્મ, માંસવેંચાણ, હિંસક દવાઓ, ક્રુરતાથી બનેલ સૌંદર્યપ્રસાધનો તથા આવા અનેક વ્યાપારો આ કક્ષામાં આવે છે. લાખો-કરોડો મનુષ્યના જીવનને ખતમ કરતા તંબાકુના વ્યાપાર, ગુટકાના વ્યાપાર બધા પરલોકવિરૂદ્ધ છે અને ભયંકર દુર્ગતિમાં કારણભૂત છે.
આનો સાર એ છે કે ભયંકર હિંસાદિ પાપો જેને