SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. લોકવિરુદ્ધત્યાગ........... આર્યત્વની અતર્યાત્રા કારણે સ્વરૂપથી અતિદારૂણ છે. પરંપરાએ મિથ્યાત્વ આગળ વધવાના કારણે આનાથી (લોકવિરૂદ્ધ કાર્યોથી) અત્યંત અશુભના અનુબંધો પડે છે જેની ભયંકર પરંપરા ચાલે છે. માટે જ કહ્યું છે કે - "लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च सन्त्याज्यम् ।।" ધર્મ આચરનાર સર્વેને લોક આધાર છે તેથી લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધનો અવશ્ય ત્યાગ કરવો. લોકવિરૂદ્ધમાં કઈ-કઈ વસ્તુઓ આવે તે વિશેષ કરીને વિચારીએ - લોકોના ચિત્તમાં સંક્લેશ ઉભો કરે, ખેદ-દુર્ભાવ પેદા કરે એવા કાર્યો, એવા બોલ, એવા અનુચિત વ્યવહાર એ લોકવિરુદ્ધ છે. લોકવિરુદ્ધ કાર્યો ત્રણ પ્રકારના છે - ૧. ઈહલોકવિરુદ્ધ. ૨. પરલોકવિરુદ્ધ. ૩. ઉભયલોકવિરુદ્ધ. આ ત્રણે પ્રકારના કાર્યો લોકને વિમુખ કરે છે, અધર્મ પમાડે છે, લોકના હૈયામાં સંક્લેશ ઉભો કરે છે, આમ અનેકના સંક્લેશમાં નિમિત્તભૂત થવાથી
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy