________________
૬૧
નિંદા....... સર્વત્વથી શૂન્યત્વ તરફ
મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.એ યતિધર્મ બત્રીશીમાં કહ્યું છે - "નિંદક નિચે નારકી, બાહ્યરુચિ મતિઅંધ,
આત્મજ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ગા. ૨૭ "નિંદા તજીએ પરતણી, ભજીએ સંયમ રંગ" ગા. ૩૧
આપણે પણ મહાપુરૂષોનો ઉપદેશ સ્વીકારી નિંદાને હંમેશ માટે છોડી દેવી જોઈએ.
નિંદા છોડવી ખુબ મુશ્કેલ છે. મહાન તપસ્વી અને સંયમી આત્માઓ પણ નિંદાને છોડી શકતા નથી, તેથી જ અહીં જયવીયરાય સૂત્રમાં આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ! 'નિંદા' નામની લોકવિરુદ્ધપ્રવૃત્તિનો મારા જીવનમાં સદંતર ત્યાગ થાઓ. હું નિંદક મટીને ગુણાનુરાગી બનું.
ક્ષાયિક સમ્યસ્વી એવા કૃષ્ણ મહારાજા નિંદાથી પર હતા. તેમની પ્રશંસા સાંભળી પરીક્ષા કરવા દેવે રસ્તામાં અત્યંત દુર્ગધમય સડેલી કુતરીનું મડદુ વિકુવ્યું. કૃષ્ણ મહારાજા સપરિવાર ત્યાંથી જઈ રહ્યા હતા. આગળ ચાલતા સર્વે દુર્ગછાપૂર્વક નાક પર કપડુ રાખી દુર્ગચ્છા પૂર્વક ત્યાંથી પસાર થયા. કૃષ્ણ મહારાજા જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે દુર્ગધમય સડેલી