________________
૨૦૬
જય વીયરાય 'उपादेयधियाऽत्यन्तं, सञ्जाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ।। સંશુદ્ધ હૃદય માટે પણ ત્રણ વાત જણાવે છે. ૧. ચૈત્યવંદનાદિ જે અનુષ્ઠાન કરીને તેમાં અત્યંત ઉપાદેયબુદ્ધિ એટલે કર્તવ્યતાની બુદ્ધિ જોઈએ. કર્તવ્યતાની બુદ્ધિ થવાથી જેમ ભૂખ્યાને ભોજનમાં કે લોભિયાને પૈસા મળે એમાં જે ઉલ્લાસ હોય, તેમ અહીં પણ ચૈત્યવંદનાદિમાં ભારે ઉલ્લાસ પ્રગટ થાય અને ખૂબ મમત્વથી અને આનંદથી કરાય છે.
૨. આહારાદિ સંજ્ઞાનો વિખંભ-નિરોધ-અટકાયત જોઈએ. કમસે કમ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સેવતી વખતે આહાર-ભય-મૈથુન-પરિગ્રહ કોઈપણ સંજ્ઞા ઉભી ન થવી જોઈએ. નહિ તો ચાલુ અનુષ્ઠાન ડહોળાઈ જાય, મનની એકાગ્રતા ઉડી જાય છે. તેથી આહારાદિ સંજ્ઞાનો જીવનમાં પણ હાસ અને અનુષ્ઠાન સમયે તદ્દન અભાવ દ્વારા જ શુદ્ધ હૃદય બને છે. અહિં આહારાદિ ચારની સાથે ક્રોધ-માન-માયા-લોભ-લોક અને ઓઘ સંજ્ઞાનો પણ અભાવ સૂચવ્યો છે.
3. ફળની ઈચ્છાથી રહિત - પ્રભુ વંદનાદિ કોઈપણ શુભ અનુષ્ઠાન ફળની આશંસાથી રહિત