________________
૨૩૨
જય વીયરાય
તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબ જી, નિશી દીપક, પ્રવહણ જિમ દરિયે, મરુમાં સુરતરુ લુંબજી..."
વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્રમાં મતભેદો ઘણાં છે. વળી તીર્થંકર ભગવંત, કેવલજ્ઞાની, પૂર્વઘર મહાત્માઓનો પણ વિરહ છે. એટલે આ કાળ ફણિ (સર્પ) જેવો થઈ ગયો છે. પણ આ ફણિના ઝેરનું નિવારણ કરવા માટે મણિ સમાન બે મહાન વસ્તુઓ જિનશાસનમાં મળી છે. ૧. જિનાગમ ૨. જિનપ્રતિમા.
પૂર્વે મુનિઓ જિનાગમ કંઠસ્થ રાખતા, પરંપરા આગળ વધતી, પણ સ્મૃતિ ઘટવાથી તેને પુસ્તકારૂઢ કરવાનું થયું. હવે આ મહાપુરૂષોના વચનોની પરંપરા લેખન વગેરેથી આગળ વધે છે. જો આમાં ધ્યાન ન અપાય તો મહાપુરૂષોના અનેક કિંમતી શાસ્ત્રો વિચ્છેદ પામી જાય. ભૂતકાળમાં પૂર્વજોએ લાખો શાસ્ત્રો લખાવેલા પણ કાળદોષે અને આપણી ઉપેક્ષાના કારણે લાખો શાસ્ત્રોના નાશ થઈ ગયા. આપણે શાસ્ત્રસંપત્તિમાં દરિદ્ર બન્યા. પરદેશીઓના હાથમાં ગયેલ શાસ્ત્રોના આડા-અવળા અર્થ પણ ક્યાંક થવા લાગ્યા.
આપણે આ બાબતમાં ખૂબ જાગૃત થવું પડશે. ખૂબ શાસ્ત્રોના સર્જન, લેખન, પ્રકાશન વગેરેથી આપણાં