________________
અસ્મિતા અરિહંતની
સદાય અદીન મનવાળા અરિહંત ભગવંતો. સદાય ઉત્સાહી ચિત્તવાળા અરિહંત ભગવંતો. સદાય સફલારંભી અરિહંત ભગવંતો. અર્થાત્ સદાય કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરનારા અરિહંત ભગવંતો.
સદાય ગંભીર આશય (ચિત્તના ભાવો) રાખનારા અરિહંત ભગવંતો.
અહિં સદા એટલે અરિહંત થતાં પૂર્વે, આકાલ (હંમેશ) સંસારમાં પરિભ્રમણ કરતાં ત્યારથી અર્થાત્ અનાદિકાળથી આ દશ પ્રકારની વિશેષતા ધારણ કરનારા અરિહંત ભગવંતો...
મોડામાં મોડા તીર્થંકરપણાના ભવથી ત્રીજા ભવ પૂર્વે વરબોધિ એટલે શ્રેષ્ઠ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી તેના દ્વારા સંસારની નિર્ગુણતાને જાણીને વિશિષ્ટ કોટિના તથાભવ્યત્વના કારણે વિશ્વના સર્વ જીવો પર કરુણા વહેવરાવી, સૌને સંસારના દુઃખના કારણભૂત મોહના અંધકારને દૂર કરવા સમ્યજ્ઞાનનો પ્રકાશ પાથરનાર અરિહંત ભગવંતો છે. આ દ્વારા તીર્થંકરનામકર્મ બાંધી સ્વર્ગમાં જઈ તીર્થંકર તરીકે જન્મ પામ્યા. તેઓના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન