________________
જય વીયરાય સમસ્ત વિશ્વ પર સાયો જ્ઞાનનો પ્રકાશ પાથરનાર અરિહંત ભગવંતો. ___ “सव्वे पाणा, सव्वे भूता, सव्वे जीवा, सव्वे सत्ता ण हंतव्वा, ण आणावेतव्वा, ण परिघेतव्वा, ण परितावेयव्वा, ण उद्दवेयव्वा ।
આના દ્વારા સમસ્ત વિશ્વમાં અભયની = અહિંસાની ઘોષણા કરવા દ્વારા સમસ્ત જીવ રાશિને નિર્ભય કરનારા અરિહંતદેવો.
સમસ્ત જીવરાશિ પર અનંતકરુણાને ધારણ કરનારા અરિહંત ભગવંતો.
સદાય પરાર્થમાં રક્ત રહેનાર અરિહંત ભગવંતો. સદાય સ્વાર્થને ગૌણ કરનાર અરિહંત ભગવંતો. સદાય ઔચિત્યનું પાલન કરનાર અરિહંત ભગવંતો. સદાય કૃતજ્ઞતાને ધારણ કરનાર અરિહંત ભગવંતો. સદાય દેવગુરુનું બહુમાન કરનારા અરિહંત ભગવંતો. સદાય અદઢ અનુશયવાળા અરિહંત ભગવંતો.
૧ સર્વ પ્રાણીઓ, સર્વે ભૂત, સર્વે જીવો, સર્વે સત્વોને મારવા નહિ, હુકમો ન કરવા, ગુલામ ન કરવા, શારિરિક કે માનસિક પરિતાપ ઉપજાવવો નહિ, મૃત્યુ પમાડવા નહિ.