________________
૧૪૫
ગુવજ્ઞાપાલન પ્રત્યક્ષ મોક્ષ છે, મુક્તિ નિકટ થાય છે. માટે દેવાધિદેવને ખુબ જ ભાવથી પ્રાર્થના કરીએ - 'આપના અચિંત્ય પ્રભાવથી મને શુભ-ગુરુનો યોગ થાવ...'
અહિં, જેને શુભ-ગુરુનો યોગ પ્રાપ્ત છે તે આત્માઓને પણ પ્રાપ્ત ગુરુયોગ કાયમ રહે, ભવાંતરમાં મોક્ષપ્રાપ્તિ સુધી મળતો રહે તે માટે, તથા પ્રાપ્ત શુભગુરુનો યોગ વિશેષ ભાવપૂર્વકનો બને, દિલમાં ગુરુ પ્રત્યેનું બહુમાન વધતું જ જાય, ઉત્તરોત્તર કક્ષાના ગુરુયોગની પ્રાપ્તિ થતી રહે તે માટે ગુરુયોગ પ્રાપ્ત મુનિઓએ પણ આની આશંસા કરતા રહેવાની છે. એટલે વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગણધર ભગવંતો પણ આ આશંસા કરતા રહે છે... (૮) તવયUસેવ ગામવમવંડા |
ઉત્તમગુરુનો પ્રાપ્ત થયેલ યોગ પણ તેમના વચનના સેવન-પાલન વિના સફળ થતો નથી. તેથી પરમાત્માને એ પણ પ્રાર્થના કરીએ કે ઉત્તમગુરુના વચનનુ સેવન - ઉપાસના પણ મારા જીવનમાં થતી રહે. આ ગુરુની સેવા-ઉપાસના ક્યાં સુધી કરવાની ? આ માટે લલિતવિસ્તરામાં પૂજ્ય હરિભદ્રસૂરિ મ. જણાવે છે - 'ર સત્ત, નાથત્યવનિમિત્કાદ - 'મવમવન્ડા'