________________
૧૮૫
સમાધિ મરણ... શાશ્વત સુખનું રહસ્ય
'खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ति मे सव्व भूएसु, वेरं मज्झ न केणइ ।।" આ ગાથા વારંવાર યાદ કરી હૃદયને ભાવિત કરવું. 'जं जं मणेण बद्धं, जं जं वारण भासि पावं । जं जं काएण कयं, मिच्छामि दुक्कडं तस्स ।।
આ ગાથા વારંવાર યાદ કરી મન-વચન-કાયાના પાપોનું 'મિચ્છામિ દુક્કડમ્ દેવું. દેવ-ગુરુની આશાતના, હિંસાદિ પાપોને પણ યાદ કરીને નિંદા-ગહ કરવી.
૫. વિશિષ્ટ વ્યવહારમાં આવેલ જીવો જોડે વિશિષ્ટ વ્યક્તિગત ક્ષમાપના કરવી.
૬. પોતાના જીવનમાં થયેલ સુકૃતોની મનમાં અનુમોદના કરવી. સાથે સાથે જગતમાં થતાં અરિહંતાદિ પરમાત્માના સુકૃતોની પણ ખૂબ અનુમોદના કરતા રહેવી. અન્ય જીવોના સુકૃતોની પણ ભાવપૂર્ણ અનુમોદના કરવી.
૭. ચાર શરણનો (અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ) વારંવાર સ્વીકાર કરવો.
૮. નવકારમંત્રનું સ્મરણ કરવું.
૯. શાસ્ત્રના કોઈ એકાદ પદ કે શ્લોકમાં ચિત્ત વાસિત થતું હોય, તેની અનુપ્રેક્ષામાં ચિત્તને જોડવું.