________________
સરળ ભાવે ધર્મ કરનારની મશ્કરી
ગૃહસ્થોની પણ સાધના અને સુકૃતોની અનુમોદના કરે છે. મહોપાધ્યાય યશોવિજયજી મ. અમૃતવેલ સજ્ઝાયમાં જણાવે છે
-
૭૧
"થોડલો પણ ગુણ પરતણો,
સાંભળી હર્ષ મન આણ રે...
દોષ લવ નિજ દેખતા,
નિર્ગુણ નિજ આત્મા જાણ રે...
બીજાના અલ્પ પણ ગુણને સાંભળી મનમાં હર્ષ લાવ, અને પોતાનો થોડો પણ દોષ જાણીને આત્માને નિર્ગુણ જાણ...
સરળતાથી ધર્મ કરનારના પણ ભાવ વગેરેની અનુમોદના કરવાની છે, અલ્પમતિના કારણે તેમના ધર્મના અનુષ્ઠાનોમાં ખામી આવતી હોય, તો તેમને પ્રેમથી સમજાવી સુધારો કરવો જોઈએ.
ઋજુતાથી ધર્મક્રિયા કરનારની હાંસી કરવાથી આપણો ઋજુતા ગુણ નાશ પામે છે. વક્રતાદિ દોષો આપણા આત્મામાં પ્રવેશ કરે છે. વળી ધર્મક્રિયાની હાંસી થવાથી ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે, આપણે દુર્લભબોધિ થઈએ. માટે સરળજીવોથી થતી ક્ષતિવાળી પણ ધર્મક્રિયાઓની સહેજ પણ હાંસી