________________
૧૭
મૂળ સૂત્ર
વિશેષ કરીને નિંદા, દેશાદિ આચારોનું ઉલ્લંઘન
વગેરે લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ. ૫) ગુરુજનપૂજા - માતા-પિતાદિ વડિલોની સેવા. ૬) પરાર્થકરણ - પરાર્થ કરવું. બીજાના કાર્યો
નિરાશંસપણે કરવા. ૭) શુભગુરુનો યોગ - ઉત્તમ શ્રેષ્ઠ પંચાયાર પાલક
ઉત્તમ સંયમી ગુરુનો યોગ. તદ્વયનસેવા - ઉત્તમ ગુરુઓના વચનનું યથાર્થ પાલન. આ બધુ સંસારના અંત સુધી અખંડરૂપે
પ્રાપ્ત થાવ. (૨) ૯) હે પ્રભુ ! તમારા શાસનમાં નિદાન કરવાનું
(પ્રભુ ભક્તિના બદલામાં માંગણી કરવાનું) નિષેધ છે, તો પણ તમારા ચરણની સેવા અને દરેક ભવમાં પ્રાપ્ત થાવ. (3) (૧૦-૧૩) દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિલાભ (પરભવમાં શાસનની પ્રાપ્તિ)
આપને પ્રણામ કરવાથી હે નાથ ! મને આની અવશ્ય પ્રાપ્તિ થાવ. (૪)
સર્વ મંગલોમાં માંગલ્ય, સર્વ કલ્યાણોમાં કારણ,