________________
૨૪૯
ન્ય વીયરાય
ક , ,
,
,
, ,
,
પરિશિષ્ટ - ૨
ત્રણ પ્રકારની પ્રભુપૂજા (અહિં થોડા સમય પૂર્વે લખેલ પ્રભુપૂજા - ચૈત્યવંદનના મહત્ત્વને વર્ણવતો લેખ રજુ કરેલ છે.)
थयथुइमंगलेणं भंते जीवे किं जणयइ ?
थयथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य जीवे अंतकिरियं कप्पोविमाणोववत्तियं आराहणे आराहेइ.
(ઉત્તરાધ્યયનસૂત્ર-૧૧૨૭) સ્તવ-સ્તુતિરૂપ મંગલથી હે પ્રભુ ! જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્તવ-સ્તુતિરૂપ મંગલથી જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫ બોધિલાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫ બોધિલાભ પ્રાપ્ત થવાથી જીવને કર્મના અંતને કરનારી મુક્તિની આરાધના થાય છે અથવા વૈમાનિક કલ્પમાં ઉત્પન્ન કરનારી આરાધના થાય છે. | મુક્તિને પામવા રાજમાર્ગ ઉગ્ર સંયમ અને ઘોર તપ છે. મહાત્માઓ અનેકવિધ ઉપસર્ગ પરિષહોને હસતા મુખે સહન કરતા કરતા ભારે કર્મનિર્જરા કરી શીઘ નિર્વાણ પામે છે. પણ જેઓ પાસે આવું સત્ત્વ