________________
સમ્યગ્દર્શન....... સંવેદનાની સરગમ
૧૯૫
જેનાથી કર્મનો સમૂહ આત્મામાં આવતો અટકે તે
સંવર.
(અહીં કર્મના નાશમાં કારણભૂત નિર્જરાને સંવરની અંતર્ગત ગણી લેવું.)
૬. અરિહંત મારા નાથ છે.
અરિહંત મારા દેવ છે.
અરિહંત મારા સ્વામી છે.
અરિહંત મારા પ્રભુ છે.
હું પ્રભુનો આશ્રિત છું.
હું પ્રભુનો દાસ છું.
હું પ્રભુનો સેવક છું.
હું પ્રભુનો નોકર છું.
અહિં સમ્યક્ત્વનો મહિમા-સ્વરૂપ-ફળ વગેરે વિચાર્યું. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવું મહામૂલુ સમ્યક્ત્વ ભવાન્તરમાં પણ આપને પ્રણામ કરવાના પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ.
આ રીતે અહિં પ્રભુ પાસે કરાયેલ તેર પ્રાર્થનાઓનો અધિકાર પૂર્ણ થાય છે. ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની દ્રવ્યપૂજા કરી, અંતે અત્યંત ભાવપૂર્વક પ્રભુનું ચૈત્યવંદન, પ્રણિધાનપૂર્વક આ તેર વસ્તુઓની પ્રાર્થના કરીએ,