________________
૩૨
જય વીયરાય ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસ છે. કસપણું ઘણાં પુણ્યના ઉદયથી મળે છે. કસપણામાં બેઈન્દ્રિયમાં શંખ, કોડા, અળસીયા, કરમીયા વગેરેમાં, તેઈન્દ્રિયમાં કીડી, મંકોડા, ઝૂ, લીખ, ઈયળ વગેરેમાં, ચઉરિન્દ્રિયમાં વીંછી, તીડ, ભમરા, મચ્છર વગેરેમાં, આપણે હજારો, લાખો, કરોડો ભવો કર્યા. પંચેન્દ્રિય જીવોમાં અસંજ્ઞી મન વગરના સંમછિમ જીવો, માછલા, દેડકા, સાપ, અજગર વગેરે ભવોમાં ઘણી હિંસાઓ કરી કારમાં દુઃખો આપણે વેક્યા. સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવગતિમાં ભટક્યા. પંચેન્દ્રિયતિર્યંચમાં પણ જળચર-પાણીના જીવો માછલામગર વગેરેમાં, ખેયર એવા પંખીઓમાં, સ્થળચરમાં ગાય-બળદ-બકરા-ઘેટા, સિંહ, વાઘ, રીંછ, ચિત્તા, ભૂંડ, ભેંસ, પાડાદિ અનેક પ્રકારના ચતુષ્પદો, સાપ, અજગર વગેરે ઉરપરિસર્પ અને ખિસકોલી, ઉંદર વગેરે ભુજપરિસર્પના લાખો કરોડો ભવ આપણે કર્યા. આપણે એટલે કર્મસત્તાના માંકડા. મદારી જેમ માંકડાને નચાવે તેમ, કર્મસતા આપણને નચાવે તેમ નાચવાનું. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, થાક, ભારવહન, અંકણ, દહન તથા છેલ્લે જીવતા કતલખાનામાં કપાવવાના, જીવતા