________________
ભવનિર્વેદ....... વૈરાગ્યની આરઝુ
ને શરીરરૂપે પરિણમાવવાનો. બાદર નિગોદ એટલે આપણે જોઈએ છીએ તે લીલ, ફૂગ, કંદમૂળ (બટાટાકાંદા વગેરે ભૂમિકંદ) વગેરે. આમાં સોયના અગ્રભાગ પર રહે તેટલામાં અસંખ્ય શરીર હોય અને પ્રત્યેક શરીરમાં અનંતા જીવો હોય. એક એક નિગોદમાંથી અસંખ્યાત ભાગ રૂપ અનંતા જીવોનું પ્રતિ સમય મરણ થાય છે, વળી નવા અનંતા જીવો પ્રતિસમય ઉત્પન્ન થતા હોય છે. એટલે એક નિગોદ હમણા આપણે જોઈએ તેમાં જે જીવો હોય તે બધા જ મુહૂર્ત પછી બદલાઈ ગયા હોય. આ નિગોદના ભવ અત્યંત દુ:ખમય હોય છે.
૩૧
પૃથ્વીકાય-અપ્કાય-તેઉકાય-વાયુકાય-અને વનસ્પતિકાય આ બધો દ્રવ્યસંસાર છે. આ પ્રત્યેકમાં આપણે અનંતા જન્મ-મરણ કર્યા છે. આપણે છેદાયા-ભેદાયાઉકળ્યા-કપાયા-કચડાયા વગેરે કારમી પીડાઓ ભોગવી અને પાછા ત્યાં જ જન્મ-મરણ કરતા રહ્યા. અસંખ્યાત કે અનંતકાળ પસાર થયા પછી કંઇક કર્મના ભાર ઓછા થયે છતે ત્રસપણું મળે છે. પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે, જે સ્થિર છે. જ્યારે હાલતા-ચાલતા જીવો, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય,