________________
છે. આમાં અત્યંત પ્રણિધાનપૂર્વક પ્રભુ પાસે તેર વસ્તુઓની પ્રાર્થના કરાય છે. આ પ્રાર્થનાઓ ખૂબ મહત્ત્વની છે. આના ચાર વિભાગ છે. (૬+૨+૧+૪) પ્રથમવિભાગમાં છ લૌકિક વસ્તુઓની પ્રાર્થના કરાય છે.
વળી આ છ વસ્તુની પ્રાપ્તિ પછી બાકીની બધી વસ્તુઓની પ્રાપ્તિ પણ જલ્દી અલ્પ પરિશ્રમે થાય છે. એટલું જ નહીં આ છે વસ્તુઓની પ્રાપ્તિ પછી બાકીની વસ્તુઓની પ્રાપ્તિ સફળ થાય છે.
નીતિ અને સદાચારપૂર્વક જીવન જીવવા સાથે હૃદયપૂર્વક પ્રણિધાન સાથે પ્રભુ સમક્ષ નિરાશસ ભાવે કરાતી પ્રાર્થનાઓ અવશ્ય સફળ થાય છે. આ પ્રાર્થનાઓમાં કોઈ પૌગલિક આશંસા નથી તેથી નિરાશંસ પ્રાર્થનાઓ છે.
નિયમએવો છે કે પરમાત્મા વીતરાગદેવ છે, તેથી ભક્તિની પ્રાર્થનાઓથી તે તુષ્ટ નથી થતા. આમછતાં પ્રભુના અચિન્ય પ્રભાવથી, તેઓની મન:શુદ્ધિપૂર્વક આરાધના કરનાર તેમના પ્રત્યેના ભક્તિના ભાવથી ઉત્પન્ન થતા પુણ્ય દ્વારા ઈષ્ટફળને પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રમાં કહ્યું છે, "वत्थुसभावो एसो अचिंतचिंतामणि महाभागे । थोऊण तित्थयरे, पाविज्जइ वंछिओ अत्थो ॥" टीका :- यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति, तथापि तान