________________
પરિશિષ્ટ - ૨ : ત્રણ પ્રકાની પ્રભુપૂજા
૨૫૧ પરમાત્માની સન્મુખ રહીને કરાતી ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, ફળપૂજા, ચામરપૂજા વગેરે અગ્રપૂજા છે.
પરમાત્માની સમક્ષ બોલાતી સ્તુતિઓ, સ્તવનો, કરાતા ચૈત્યવંદનો વગેરે ભાવપૂજા છે...
પરમાત્માની આજ્ઞાનું પાલન એ પ્રતિપત્તિ પૂજા છે...
જેમ કોઈ રાજાની પાસે જઈને પહેલા ભેટયું ધરાય છે પછી રાજાની સ્તુતિ કરાય છે, પોતાની લઘુતા પ્રગટ કરાય છે અને અંતે આપણા કાર્યનું નિવેદન કરીને તે પ્રાર્થના પૂર્ણ કરાય છે, આ જ રીતે -
પરમાત્માની અંગપૂજા અને અગ્રપૂજા ભટણાંના સ્થાને છે. ભાવપૂજા (ચૈત્યવંદન)માં પરમાત્માના ગુણો ગવાય છે આપણી લઘુતા પ્રગટ થાય છે અને અંતે જયવીયરાય સૂત્ર દ્વારા પરમાત્મા આગળ આપણી માંગણી રજુ કરાય છે.
ઉત્તમ રાજા પાસે પૂર્વોક્ત રીતે કરાયેલી પ્રાર્થના સફળ થાય છે, પૂર્ણ થાય છે.
ઉત્તમોત્તમ એવા દેવાધિદેવ પાસે પણ આ રીતે