________________
૨૬૯
પરિશિષ્ટ - ૩ : ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો
જે બુદ્ધિનો અવિષય છે, જે પુરૂષાર્થને પણ અગોચર છે, જે અત્યંત દુઃસાધ્ય છે, જે દૂર દેશમાં સ્થિત છે - તે પણ પૂર્વે સુકૃત કરેલા જીવોને પુણ્યનાદિયથી પ્રાપ્ત થાય છે કેમકે હેતુ વગર ક્યારેય કોઈ પણ કાર્ય થતાં નથી.
આ પુણ્યને પુષ્ટ કરવાના ઉપાય. ૧. અધિકાર શુદ્ધ ચૈત્યવંદન કરવાથી. ૨. જિનેશ્વરની પૂજા કરવાથી. ૩. દાનાદિ (આદિથી શીલ-તપ-ભાવ) ધર્મ કરવાથી. ૪. સુમુનિ ચરણ કમલની સેવાથી ૫. હંમેશા ધર્મશાસ્ત્રના શ્રવણથી ૬. ઈન્દ્રિયોના નિગ્રહથી ૭. નિર્મળ સમ્યક્ત ધારણ કરવાથી. ૮. આશ્રવના વિરમણથી ૯. સાધર્મિક વાત્સલ્યથી ૧૦. કલ્યાણમિત્રના યોગથી પુષ્ટ થાય છે.
અહિં વિશેષ એ લક્ષમાં લેવાનું છે કે, પુણ્યપુષ્ટિના ઉપાયોમાં સૌ-પ્રથમ ચૈત્યવંદન અને બીજી જિનપૂજા બતાવી છે. આ આપણે જાણી લઈએ...