________________
૨૬૩
મ
પ્રદ
શ્રુત વંદના વંદનાદિનો લાભ આ સૂત્ર તથા પછી કરેલ ૧ નવકારના કાઉસ્સગ્ગ દ્વારા મળે છે. આમ ચૈત્યવંદનની આરાધના દ્વારા ૧૪ રાજલોકમાં રહેલ જિનપ્રતિમાઓને વંદનાદિનો લાભ મળે છે... | સર્વલોકના ચૈત્યોને વંદન કર્યા પછી પુષ્પરવરદીવ' સૂત્ર દ્વારા
પ્રથમગાથામાં વીશવિહરમાનને વંદના થાય છે. પુષ્કરાર્ધદ્વીપ, ઘાતકીખંડ અને મહાવિદેહ ક્ષેત્ર (જંબુદ્વીપ) માં ધર્મની આદિ કરનારા તીર્થકરોને નમસ્કાર કરૂં છું. આમ પ્રથમ ગાથામાં અઢીદ્વીપમાં વર્તમાન તીર્થના સ્થાપક વીશવિહરમાન જિનને વંદન કર્યા.
મૃતવંદના :- (પુષ્પરવરદીવડ્યું સૂત્રની બાકીની ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તુતિ કરી છેવટે સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિયાએ.. વગેરે દ્વારા શ્રુતજ્ઞાનની વંદનાદિ નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ્ન કર્યો. પારીને સ્તુતિ બોલ્યા. આ રીતે શ્રુતજ્ઞાનની પણ આરાધના થઈ.
શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી પ્રગટ શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલ્યા પછી દેવવંદનમાં 'સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર આવે છે. આ સૂત્રમાં પાંચ અધિકાર આવે છે...