________________
૨૦૨
જય વીયરાય - હવે મુખ્ય વાત એ છે કે સમ્યક્તપ્રાપ્તિ વખતના શુભ-અનુબંધની કેટલી બધી તીવ્રતા છે ! સામાન્ય અશુભ અનુબંધને તો એ તોડી નાખે છે. પણ અત્યંત તીવ્ર અશુભ અનુબંધોવાળા બંધાયેલા પૂર્વના કર્મો ઉદયમાં આવતા છેક સાતમી નારકીમાં લઈ જાય તેવા દુષ્ટ પરિણામો ઉભા કરી શકે છે. આમ છતાં આ દુષ્ટ પ્રણિધાન પિરિણામો પણ સમ્યક્ત પ્રાપ્તિ વખતે થયેલ પ્રણિધાનથી આત્મામાં પડેલા શુભાનુબંધોના અંશોનો સર્વથા નાશ કરી શકતો નથી, ઉલટો સમ્યક્તપ્રાપ્તિ વખતે થયેલ તીવ્ર પ્રણિધાનના અંશો દ્વારા આ અશુભ તીવ્ર પ્રણિધાન દ્વારા થયેલા અશુભ અનુબંધો નાશ પામે છે. અને જીવ પાછો સ્વસ્થાને આવે છે. શુભ પ્રણિધાનોમાં આગળ વધી છેક ક્ષપકશ્રેણિમાં જ મુક્તિને પ્રાપ્ત કરે છે.
હવે આપણે પ્રણિધાનનું સ્વરૂપ વિચારીએ. અહિં શુભપ્રણિધાનનો વિષય ચાલે છે. બીજી ગાથામાં પ્રણિધાનનું સ્વરૂપ બતાવેલ છે. 'विशुद्धभावनासारं, तदार्पितमानसम् । यथाशक्तिक्रियालिङ्ग, प्रणिधानं मुनिर्जगौ ।। પ્રણિધાનમાં ત્રણ વસ્તુ બતાવી.