________________
૨૧૧
પ્રણિધાન.... પરમતાની પગદંડી
પ્રણિધાનના અધિકારી ૧. પ્રણિધાનના વિષય પ્રત્યે બહુમાનવાળા ૨. વિધિમાં તત્પર ૩. ઉચિત વૃત્તિવાળા
જે ઉચ્ચ કોટિની સાધનાનું પ્રણિધાન કરીએ તેના પર અત્યંત બહુમાન હોવું જોઈએ, તો તે સાધના સફળ થાય. પ્રણિધાન પણ સુંદર થાય. વળી પ્રણિધાન કરી આગળ જે પ્રવૃત્તિ વગેરે થાય તેમાં વિધિ પણ સાચવવી અત્યંત જરૂરી ગણાય. વિધિની ઉપેક્ષા એ પ્રણિધાનની જ ન્યૂનતા છે.
અધિકારીપણાનું ત્રીજુ મહત્ત્વનું લક્ષણ ઉચિત પ્રવૃત્તિ. ઉચિતપ્રવૃત્તિ એટલે સંસારમાં આજીવિકા વગેરેમાં સ્વકુલોચિત પ્રવૃત્તિ જોઈએ. અનુચિતવૃત્તિના મૂળમાં રહેલું કલુષિત હૃદય તો એનું એ જ અહિં રહેવાનું ને ? પ્રણિધાનના સ્વરૂપમાં જ વિશુદ્ધ નિર્મળ હૃદયવાળા, શક્ય કાયાદિની પ્રવૃત્તિવાળાના મનના તે-તે શુભયોગોમાં સમર્પણને જ પ્રણિધાન કહ્યું છે.
પ્રણિધાનની પહેલી શરત જ હૃદયની નિર્મળતા
છે.
આર્યદેશમાં હદયની નિર્મળતા રહે, તે માટે જ