________________
૨૫૯
શાશ્વત તીર્થવંદના 'नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।।
આમ ચૈત્યવંદનથી ચારે નિક્ષેપાથી જિનેશ્વર પ્રભુને વંદન થાય છે.
હજી આગળ વધીએ - ચાર થોયના દેવવંદનમાં અરિહંત ચેઈઆણું અને નવકારનો કાઉસ્સગ તથા પ્રથમ થોયથી સામે રહેલા જિનપ્રતિમાને વંદન થાય છે તેથી સ્થાપના નિક્ષેપાને વંદન, ત્યારબાદ લોગસ દ્વારા નામસ્તવ કર્યા પછી સવ્વલોએ અરિહંત ચેઈયાણ સૂત્ર અને તેની પછીના નવકારના કાઉસ્સગ્ગ તથા થોય દ્વારા લોકમાં એટલે કે ચૌદરાજલોકમાં રહેલ શાશ્વત-અશાશ્વત સર્વ ચૈત્યને (પ્રતિમાને) વંદનાદિ થાય છે. યોદરાજલોકમાં બે પ્રકારના ચૈત્યો હોય છે.
૧. શાશ્વત, ૨. અશાશ્વત. શાશ્વત ચૈત્યો એટલે પરમાત્માના મંદિરો અને પ્રતિમા જેનુ નિર્માણ કોઈએ કર્યું નથી. સ્વાભાવિક જ પુદ્ગલો હંમેશ માટે આ આકારે ગોઠવાઈ ગયા છે. ઉદાહરણ તરીકે સૂર્ય-ચંદ્રતારા-ગ્રહ-નક્ષત્ર આપણી સામે જ છે. સૂર્ય-ચંદ્રને