________________
૨૫૭
ચૈત્યવંદન
સવારે શરીરશુદ્ધિ કરીને શુદ્ધ વસ્ત્રપૂર્વક પરમાત્માની વાસક્ષેપ પૂજા કરીને દેવવંદન કરવું. બપોરે અષ્ટપ્રકારી પૂજા કરીને દેવવંદન કરવું. સાંજે ધૂપદીપ-આરતી-મંગળદીવો કરીને દેવવંદન કરવું.
ચૈત્યવંદનના બાર અધિકાર ઉત્કૃષ્ટ દેવવંદનના શાસ્ત્રમાં બાર અધિકાર બતાવ્યા છે. ચૈત્યવંદન દ્વારા કેટકેટલી આરાધના થાય છે તે સંક્ષેપમાં વિચારીયે -
પ્રથમ ઈરિયાવહીથી નિઃશલ્ય થવાય છે, આત્મશુદ્ધિ થાય છે. એટલે ત્યાર પછી કરાતા ચૈત્યવંદનમાં એકાગ્રતા આવે છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાનની પૂર્વે ઈરિયાવહી કરવાની શાસ્ત્રજ્ઞા છે. એથી એમાં એકાગ્રતા આવે છે...
ચૈત્યવંદન મુખ્યતઃ દેવાધિદેવ તીર્થકર ભગવંતને વંદન માટે કરાય છે. તીર્થકર ભગવંતના ચાર નિક્ષેપ છે - નામ-સ્થાપન-દ્રવ્ય-ભાવ-અહી (૪ થોય કે ૮ થાયવાળા) દેવવંદનમાં ચારે પ્રકારના અરિહંતોને વંદન થાય છે. લોગસ્સસૂત્રને નામસ્તવ કહેવાય છે. તેમાં નામ તીર્થકરોને વંદન થાય છે. અરિહંત ચેઈયાણ -