________________
ચૈત્યવંદન
આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી ચૈત્યવંદનનો કે દેવવંદનનો પ્રારંભ કરાય છે. ભાષ્યમાં ત્રણ પ્રકારના દેવવંદન કહ્યા છે. ૧. જઘન્ય ૨. મધ્યમ. 3. ઉત્કૃષ્ટ.
વળી દરેકના બીજા પેટા ત્રણ ત્રણ ભેદો બતાવેલ છે. જેથી કુલ નવ ભેદ થયા. સામાન્યથી હાલમાં પ્રથમ ઈરિયાવહી કરી ત્રણ ખમાસમણા દઈ "ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરૂ" આદેશ માંગીને સકલકુશલવલ્લિ સૂત્ર બોલીને-ચૈત્યવંદન, જં કિંચિ, નમુન્થુણં, જાવંતિ ચેઈયાÛ, ખમાસમણ, જાવંત કે વિ સાહુ, સ્તવન, જયવીયરાય આખા તથા ઉભા થઈ અરિહંત ચેઈયાણં, અન્નત્ય-એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્હત્ સૂત્રપૂર્વક એક થોય બોલી ખમાસમણ દઈ ચૈત્યવંદન પૂર્ણ કરાય છે.
આ સિવાય ઉપરમાં કહ્યા મુજબ નમુત્ક્ષણં સુધી બોલીને ઉભા થઇને અરિહંત ચેઈયાણં-અન્નત્ય-એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્હત્ પ્રથમ થોય પછી લોગસ્સ-સવલોએ અરિહંત ચેઈયાણં-અન્નત્ય એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને બીજી થોય-પુક્બરવરદીવડ્વે-સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ