________________
૨૫૩
પરિશિષ્ટ - ૨ ઃ ત્રણ પ્રકાની પ્રભુપૂજા
ચૈત્યો એટલે પ્રશસ્ત ચિત્તની સમાધિ ઉત્પન્ન કરનાર. બિંબ એટલે અરિહંત અને સિદ્ધ પરમાત્માની પ્રતિમા.
વર્તમાન જૈન સંઘમાં આ ત્રણે પ્રકારની પૂજા ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક થાય તો સંઘના વિઘ્નોનો નાશ, સંઘનો અભ્યદય અને સંઘના સભ્યોને મુક્તિ તરફ પ્રયાણ શીઘ થાય તેમાં કોઈ શંકા નથી. જે કોઈ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે ગામમાં પણ આ ત્રણ પ્રકારની પ્રભુપૂજા સુંદર રીતે થાય તો તે વ્યક્તિ, કુટુંબ, સમાજ કે ગામમાં પણ અપૂર્વ ઉન્નતિ, પરમ શાંતિ-સમાધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રણ પૂજામાં ભાવપૂજા મહત્ત્વની છે. પહેલી બે પૂજા ઉત્સાહ વધારવા માટે છે. તેવા પ્રકારનું વાતાવરણ ઉભુ કરે છે. ભાવ વધારે છે. પછી વધેલા ભાવથી થતી સ્તોત્ર, સ્તવના, ચૈત્યવંદન, દેવવંદન આદિ વિધિ અપૂર્વ કર્મનિર્જરા અને પુણ્યાનુબંધિ પુણ્યને પ્રાપ્ત કરાવે છે...
પ્રભુ પૂજાની વિધિ પ્રથમ પરમાત્માને મોરપીંછીથી પ્રમાર્જન કરવું. પછી દેવો પરમાત્માને ક્ષીરસમુદ્રના જલથી અભિષેક કરે છે તેના પ્રતિકરૂપે દૂધ અને જળ મિશ્રિત કરી તેમાં