________________
૨૫૪
જય વીયરાય ઉત્તમ સુગંધી દ્રવ્યો મેળવી તેનાથી મેરૂપર્વત પર ઈંદ્રાદિ દેવો જે રીતે પરમાત્માના અભિષેક કરે છે તે રીતે ઉલ્લાસપૂર્વક પરમાત્માના મસ્તક ઉપર અભિષેક કરવો. અર્થાત્ અભિષેક કરતી વખતે આપણે ઈંદ્ર છીએ અને સાક્ષાત્ પ્રભુ મેરૂ પર્વત પર છે અને સિંહાસન પર બિરાજમાન પરમાત્મા પર આપણે અભિષેક કરીએ છીએ તેવું ચિંતન કરવું. પછી યોધ્ધા જળનો અભિષેક કરી મૃદુ એવા વસ્ત્રથી પરમાત્માની પ્રતિમાને લુછવી. એક બે અને ત્રણ વસ્ત્રથી અંગભૂંછણા કર્યા પછી ઉત્તમ કેસર સુખડથી પરમાત્માના નવ અંગે પૂજા કરવી, પછી સુગંધિદાર ઉત્તમ પુષ્પ ચડાવવા. ત્યાર પછી પરમાત્માના ગભારાની બહાર પુંઠ ન પડે તે રીતે પાછલા પગે આવીને ડાબી બાજુ ઉભા રહી ધૂપ પૂજા કરવી. જમણી બાજુ ઉભા રહી દીપક પૂજા કરવી. પ્રભુ સંમુખ પાટલો લઈ અક્ષતથી સ્વસ્તિક ઉપર ત્રણ ઢગલી અને તેની ઉપર સિદ્ધશિલા કરવી. (શક્ય હોય તો નંદાવર્ત પણ કરી શકાય). ત્યારબાદ થાળીમાં નૈવેધ લઈ પ્રભુ સન્મુખ ધરી સાથિયા પર મુકવુ. એજ રીતે ફળ પૂજા કરવી...
દરેક પૂજા કરતા પૂર્વે તે તે પૂજાને લગતા દુહા બોલવા.