Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 275
________________ ૨૫૮ જય વીયરાય સૂત્ર દ્વારા સ્થાપનાનિક્ષેપ (સન્મુખ રહેલા પ્રતિમાજી)ને વંદન થાય છે. નમ્રુત્યુાંની છેલ્લી ગાથા - "જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે સંપઇઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ" આનાથી અતીતકાલમાં થયેલા અનંતા તીર્થંકર ભગવંતોને, અનાગતકાળમાં થનારા અનંતા તીર્થંકરોને તથા વર્તમાનમાં પણ છદ્મસ્થપણામાં અથવા ગૃહસ્થપણામાં રહેલા તીર્થંકરોને વંદના કરાય છે. આ બધા દ્રવ્યજિન કહેવાય છે. તેથી આ ગાથા દ્વારા દ્રવ્ય તીર્થંકરોને વંદન કરાય છે.. નમુત્ક્ષણં અર્થાત્ નમુન્થુણંથી નમો જિણાણું જિઅભયાણં સુધીના સૂત્ર દ્વારા ભાવતીર્થંકરને વંદન કરાય છે.... ભગવંતના નામને નામજિન કહેવાય છે. ભગવંતના પ્રતિમાને સ્થાપનાજિન કહેવાય છે. ભાવજિનની પછી અને પૂર્વની અવસ્થામાં રહેલા ભગવાનને દ્રવ્યજિન કહેવાય છે. તીર્થંકરનામકર્મના વિપાક ઉદયે વર્તતા, સમવસરણમાં દેશના આપતા કે વિહાર કરતા જિનને ભાવજિન કહેવાય છે...

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294