________________
૨૬૦
જય વીયરાય કોઈએ નથી બનાવ્યા. અનાદિકાળથી આ જ અવસ્થામાં છે. અલબત પુગલોનું ગમાગમ તેમાંથી ચાલુ છે પણ આકૃતિ સ્વરૂપ આ જ રહે છે. તે બદલાતુ નથી. આ રીતે અનાદિકાલીન શાશ્વતચૈત્યો પણ જગતમાં છે. આની સંખ્યા અસંખ્યાત છે.
વૈમાનિક દેવલોકમાં (બાર દેવલોક-નવગ્રેવેયક - પાંચ અનુત્તર મળી) ૮,૪૭,૦૨૩ જિનમંદિરો છે અને ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ (એક અબજ બાવન ક્રોડ ચોરાણુ લાખ, યુમ્માલીશ હજાર સાતસો સાઠ) પ્રતિમાઓ છે. નીચે ભવનપતિમાં ૧૦ પ્રકારના નિકાય છે તેમાં ૭,૭૨,૦૦,૦૦૦ (સાત ક્રોડ વ્હોંતેર લાખ) જિનમંદિર છે અને ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ (તેર અબજ, નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ) જિનપ્રતિમાઓ છે. પૃથ્વીની નીચે વ્યંતરદેવોના નિવાસ છે. તેમાં અસંખ્ય જિનમંદિરો અને જિનપ્રતિમાઓ છે. આકાશમાં દેખાતા સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા એ પણ જ્યોતિષના વિમાન છે. આવા સમસ્ત તિચ્છલોકમાં અસંખ્ય સૂર્ય-ચંદ્ર છે. દરેકમાં એક-એક ચૈત્ય હોઈ અસંખ્ય જિનમંદિરો અને પ્રતિમાઓ (દરેકમાં ૧૮૦ ના હિસાબે) જ્યોતિષ દેવલોકમાં છે.