________________
૨૫ર
જય વીયરાય વિનયભક્તિપૂર્વક કરાયેલ પ્રાર્થના અવશ્ય સફળ થાય
જૈન શાસનના સ્યાદ્વાદની એક વિશેષતા જુઓ કે પરમાત્મા વીતરાગ છે. તેમને ભક્ત પ્રત્યે રાગ નથી, દુશ્મન પ્રત્યે દ્વેષ નથી. તેથી તેઓ ભક્તને કશું આપતા નથી અને તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરનારનું કશું જ ખરાબ કરતા નથી. પરંતુ પરમાત્માને ભક્તિપૂર્વક પ્રાર્થના કરનારની પ્રાર્થના ભક્તિના શુભભાવોના કારણે સફળ થયા વગર રહેતી નથી અર્થાત્ ભક્તને પરમાત્માની પાસે માંગેલ મળ્યા વગર રહેતું નથી, તે જ રીતે પરમાત્મા પ્રત્યે દ્વેષ રાખનારને અશુભ પરિણામના કારણે ભારે અનિષ્ઠ ફળ મળ્યા વગર રહેતુ નથી....
પરમાત્માની આ ત્રણ પ્રકારની પૂજા એ મહાન યોગની પ્રક્રિયા છે. તેના દ્વારા જબરદસ્ત કોટિની સાધના થાય છે. ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચૈત્ય શબ્દનો અર્થ કરતા પણ શાસ્ત્રકારોએ બતાવેલ છે - 'चैत्यानि-प्रशस्तचित्तसमाधिजनकानि बिम्बानि-अरिहंतचेइआणि जिनसिद्धप्रतिमा इत्यर्थः'