________________
૨૫૦
જય વીયરાય બનનાર પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે અને પરમાત્મામાં પોતાની જાતને સમર્પિત કરી દે છે.
જૈન શાસનમાં પરમાત્મા દેવાધિદેવની ભક્તિ માટે પરમાત્માના દર્શન-પૂજન-વંદન-સ્તોત્રપાઠ-સ્તુતિપાઠ વગેરે બતાવેલ છે. શ્રેષ્ઠ કોટિની ભક્તિ તો આજ્ઞાપાલન છે. આને શાસ્ત્રમાં પ્રતિપતી પૂજા તરીકે કીધી છે. પણ તેની પૂર્વે અંગપૂજા-અગ્રપૂજા અને ભાવપૂજા બતાવેલ છે...
અંગપૂજાથી વિઘ્નો નાશ થાય છે અગ્રપૂજાથી આબાદી વધે છે.
ભાવપૂજાથી મુક્તિ નિકટ થાય છે. માટે જ અંગપૂજાને વિMવિનાશિની, અગ્રપૂજાને અભ્યદયસાધની અને ભાવપૂજાને નિર્વાણસાધની તરીકે ભાષ્યમાં બતાવેલ છે. विग्घोवसामिगेगा अब्भुदयपसाहणी भवे बीया । नेव्वाणसाहणी तह फलया उ जहत्थनामेहिं ।।
चेइयवंदणमहाभासं પરમાત્માના અંગ પર થતી અભિષેક પૂજા, વાસક્ષેપ પૂજા, ચંદન પૂજા, ફૂલ પૂજા, આભૂષણ પૂજા વગેરે અંગ પૂજામાં સમાવિષ્ટ થાય છે....